Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 6 જુગાર સ્થળોએ પોલીસ ત્રાટકી

જામનગર શહેર-જિલ્લામાં 6 જુગાર સ્થળોએ પોલીસ ત્રાટકી

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કારા ખીમા પરમાર, હનિફ કાસમ સીડા, રણજિત રામદે ખુટી, ચના ગોગન કડેજિયા, વીરમ રામ કડછા, રામા અરજણ ઓડેદરા, લીલા ઉગા ટીંબા, સુમિત દેવા દાસા, દિલીપ સવદાસ ખુંટી, રમેશ રાજા ઓડેદરા, કાના જીવા રાતિયા, ભનુ કુંભાજી કડેડિયા સહિતના 12 શખ્સોને જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 60,200ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો જામજોધપુર તાલુકાના ચુર ગામમાં રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન હરપાલસિંહ બળુભા જાડેજા, રવિરાજસિંહ ઘેલુભા જાડેજા, ચતૂરસિંહ જયવંતસિંહ ઉર્ફે જયુભા જાડેજા, વિશાલસિંહ દશરથસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ નાથુભા જાડેજા, ગજુભા ઉદુભા જાડેજા, સહદેવસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સાત શખ્સોને રૂા. 21,530ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

ત્રીજો દરોડો જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગુર્જરી બજારના પટમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પો.કો. રાજદીપસિંહ જાડેજા, હે.કો. બાબુભાઇ ગાગિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆ એમ. એમ. જાડેજા, હે.કો. બી. આર. ગાગિયા, પો.કો. રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન કાના રામદેવ ઘોડા, નારણ વેજા ઘોડા, જેઠા દેવાણંદ સુમાત, એભલ ગાંગા ઘોડા, ધનરાજ ભૂરા ઘોડા, ભોલા માલસુર સોરિયા, આલા ગાંગા રવશી સહિતના સાત શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 19,300ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. ચોથો દરોડો જામજોધપુર ગામમાં ક્ધયા શાળા પાછળ ગંજીવાડા વિસ્તારમાંથી જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન હિતેષ લાલજી મોલાડિયા અને પાંચ મહિલા સહિત 6 શખ્સોને રૂા. 10,130ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

પાંચમો દરોડો જામનગર શહેરના રણજિતસાગર રોડ પર સંગમબાગનો ઢાળિયો ઉતરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં સ્મિત રાજેશ પરમાર, ક્રિપાલસિંહ શિવુભા, રોનક દેવેન્દ્ર મકવાણા, ભકતેશ અમિત પાંભર, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ દીપસિંહ જાડેજા સહિતના 6 શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10,400ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. છઠ્ઠો દરોડો શેઠવડાળા ગામમાં આવેલી જમાઇપરા સોસાયટીમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમ્યાન વિપુલ ચંદુ પરમાર, રાજેશ ગોગન પાટડિયા અને ચાર મહિલા સહિત 6 શખ્સોને ઝડપી લઇ રૂા. 10,270ની રોકડ અને ગંજીપના કબ્જે કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular