કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. ત્યારે 6 ફેબ્રુઆરીએ ખેડૂતોએ દેશભરમાં બપોરના 12 થી 3 વાગ્યા સુધી ત્રણ કલાક ભારત બંધનું એલાન કર્યું છે. કૃષિ કાયદા પરત ખેંચવાની માંગને લઇને ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરહદ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
દિલ્હી સરહદ પર તૈનાત પોલીસકાફલાનો જુસ્સો વધારવા માટે સિંધુ બોર્ડર પર ઠેર ઠેર જગ્યાએ ડીજે લગાડવામાં આવ્યા છે, અને ઠેર ઠેર જગ્યાએ બોર્ડર ફિલ્મનું ગીત “ સંદેશે આતે હૈ” ગીત વગાડવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડૂતોઆ ગીત બંધ કારાવવાની માંગણી કરી રહ્યા છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂ, પ્રદેશ મહાસચિવ સરવન સિંહ પંઢેર, પ્રદેશ ઉપાધ્યક્ષ સવિન્દ્ર સિંહ ચતાલાએ લેખિત નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કેન્દ્ર સરકાર પાસે ખેડૂતો સાથે વાતચીત અગાઉ તમામ ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડી મૂકવા, બેરિકેડિંગ સાથે જ પાણી, ઈન્ટરનેટ અને વોશરૂમ પરથી પ્રતિબંદ હટાવવાની માગણી કરાઈ છે. આ સાથે જ પોલીસ દ્રારા જે ડીજે વગાડવામાં આવે છે તે બંધ કરાવવાની પણ માંગ કરી છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેનાથી તેનાથી સ્થિતિ સામાન્ય સ્થિતિ બહાલ થઈ શકશે.
જણાવી દઈએ કે 26મી જાન્યુઆરી બાદ ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને ભારે સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર પહોચવા લાગ્યા છે. સ્થિતિ વધુ વણસે નહિ તે માટે હરિયાણા 7 જીલ્લાઓમાં સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટરનેટની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. 26 જાન્યુઆરીના રોજ દીલ્હી હિંસા બાદ આંદોલન થોડું નબળું પડ્યું હતું પરંતુ રાકેશ ટીકૈતનો રડતો વિડીયો વાઈરલ થતાં આંદોલને ફરી જોર પકડ્યું છે.