Wednesday, November 29, 2023
Homeમનોરંજનબિગબોસ શો નું નામ ઝઘડાઘર રાખવું જોઇએ !

બિગબોસ શો નું નામ ઝઘડાઘર રાખવું જોઇએ !

- Advertisement -

બિગ બોસ-14 રિયાલિટી શોનું ફાઇનલ ખુબ જ નજીક છે. આવામાં તમામ લોકોમાં હોડ મચી ગઇ છે. હવે માત્ર ત્રણ અઠવાડિયા જ શો સમાપ્ત થવામા બચ્યા છે. એવામાં દરેક સ્પર્ધક કંઇ પણ કરવા તૈયાર છે. હવે આ મોડ પર આવી દોસ્ત પણ દુશ્મન બની રહ્યા છે. આ દરમિયાન ઘરમાં ખુબ જ ઝઘડા જોવા મળી રહ્યા છે. દેવોલીના અને અર્શીના ઝઘડા બાદ હવે રાહુલ વૈદ્ય અને અર્શી ખાન વચ્ચે ઝઘડા થઇ રહ્યા છે.

- Advertisement -

આ દરમિયાનવ શોના મેકર્સે એક પ્રોમો શેર કર્યો છે.બિગ બોસ-14ના આ પ્રોમોમાં રાહુલ વૈદ્ય અર્શી ખાનના કેરેક્ટર ઉપર કોમેન્ટ કરતો નજર આવી રહ્યો છે. રાહુલ અને અર્શી બંન્ને રસોડામાં ઉભેલા નજર આવી રહ્યા છે. અને ત્યાં ઉભેલો રાહુલ કહી રહ્યો છે કે, લોકોને જ્યારે પોતાના બાળકોને કહેવું હશે કે ખરાબ કામ ન કરો ત્યારે તેઓ કહેશે કે અર્શી ખાન ના બનશો.

રાહુલ વૈદ્યની આ કોમેન્ટ સાંભળી અર્શી ખાન ભડકી જાય છે. ગુસ્સામાં રાતીપીળી થયેલી અર્શી ખાનનો ગુસ્સો રાહુલ વૈદ્ય પર નિકળી જાય છે. તે કહે છે કે, તેના કેરેક્ટર વિશે રાહુલ આવું ના બોલી શકે. અર્શી પ્રોમોમાં રાહુલ પર ભડકેલી નજર આવી રહી છે. રાહુલ પણ પાછળ પડતો નથી. અર્શી ખાન ગત કેટલાક દિવસોથી અભિનવ શુક્લા અને રૂબીના દિલૈક સાથે દોસ્તી નિભાવી રહી છે. હવે આ વાત અલી ગોની અને રાહુલ વૈદ્યને હજમ નથી થઇ રહી. આ કારણે જ અર્શીને વાત વાતમાં રાહુલ વૈદ્ય પોતાના નિશાના પર લઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular