Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરસીટી બી પોલીસે એક શખ્સને ચોરાઉ મોટરસાઈકલ સાથે દબોચ્યો

સીટી બી પોલીસે એક શખ્સને ચોરાઉ મોટરસાઈકલ સાથે દબોચ્યો

જામનગર સિટી બી પોલીસે ગુલાબનગર ચોકી પાસેથી એક શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ રૂા.25 હજારની કિંમતનું બાઈક કબ્જે કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, તા.3 ના રોજ સિટી બી ના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન પો.કો.ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બલભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ગુલાબનગર ચોકી પાસેથી પસાર થતા એક શખ્સને રોકી પૂછપરછ હાથ ધરતા અનિલ કાકુ ભોણીયા નામના શખ્સ પાસે રહેલ મોટરસાઈકલ નંબર પ્લેટ વિનાની હોય ચેસીસ નંબર અને એન્જીન નંબરના ઈકોપ મોબાઇલમાં સર્ચ કરતા જીજે-10-એલ-7926 જોવા મળતા આરોપીની પૂછપરછ દરમિયાન બે મહિના પૂર્વે મહિલા કોલેજ સામે એક મકાન બહારથી મોટરસાઈકલ ચોરી કરી હોવાનું જણાવતા સિટી બી પોલીસે રૂા.25000 ની કિંમતનાં મોટરસાઈકલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો. આ કામગીરી પીઆઇ એચ. પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો ક્રિપાલસિંહ સોઢા, રાજેશભાઈ વેગડ, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, બલભદ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, કલ્પેશભાઈ અઘારા, હિતેશભાઈ મકવાણા તથા વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular