જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર રોડ પર ભાટની આંબલી પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11700 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં ગોખલીવાડી વિસ્તારમાં ઝાડના છાયા નીચે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.5200 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર રોડ પર ભાટની આંબલી નજીક તળાવ ફળીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઈ એમ.જે. જલુની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન જયેન્દ્ર કાનજી વાઘેલા, હાર્દિક અશ્ર્વિન ચુડાસમા, મયુરસિંહ મહેન્દ્રસિંહ સોઢા, સની દિપક ભટ્ટી, પ્રિતેશ ઉર્ફે પિંટુ ભરત રાજપરા, ઈશાક હાસમ સમા, પ્રતિક બીનુ સોલંકી નામના સાત શખ્સોને પોલીસે રૂા.11,700 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુરમાં બોખલીવાડી વિસ્તાર તરફના માર્ગ પર ઝાડના છાયા નીચે તીનપતિનો જૂગાર રમતા ધીરુ છગન દેદાણિયા, નીતિન મોહન વાછાણી, સુરેશ ગોપાલ વડાલિયા, રતન તીતરિયા ભુરિયા નામના ચાર શખ્સોને રૂા.5200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા હરેશ ભવાન ચૌહાણ અને જીગો કોળી સહિતના સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.