જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલા ખોડિયાર એનેક્સ બિલ્ડીંગમાં ત્રીજા માળે ધ બોડી કેર સ્પામાં સાફસફાઇ કરતાં બાળકનું શોષણ કરતાં સંચાલક વિરૂઘ્ધ પોલીસે ગુનો નોંધી બાળકને મુક્ત કરાવ્યો હતો.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રણજિત સાગર રોડ પર ખોડિયાર એનેક્સ બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા ધ બોડી કેર સ્પામાં બાળક પાસે સાફસફાઇ કરાવી સામાજિક તથા આર્થિક શોષણ કરાવતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએચટીયુના પીઆઇ એન ડી સોલંકી, એએસઆઈ રણમલભાઈ ગઢવી અને એએસઆઇ રાજદિપસિંહ ઝાલા, મહિલા પો.કો. કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન સ્પામાંથી બાળકને મુક્ત કરાવી સંચાલક અલ્પેશ જમન બોપલિયા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


