જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ચા ની હોટલમાં બાળમજૂરી કરતા બે સગીરોને પોલીસે મુકત કરાવી હોટલ સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં હોટલના સંચાલકો દ્વારા સગીર બાળકો પાસે બાળમજૂરી કરાવી શારીરિક તથા આર્થિક શોષણ કરતા સંચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએચટીયુના પીઆઇ એન.ડી. સોલંકી, એએસઆઈ રણમલ ગઢવી, હેકો રાજદિપસિંહ ઝાલા, પો.કો. કિરણબેન મેરાણી, ભાવનાબેન સાબરીયા સહિતના સ્ટાફે ખોડિયાર કોલોની રાજચેમ્બર નજીક આવેલા મેહુલનગર રોડ પર કાનો માલધારી ટી સ્ટોલમાં ચેકિંગ દરમિયાન 16 વર્ષથી નાની વયના બે સગીર બાળકો પાસેથી હોટલના સંચાલકો દ્વારા શારીરિક અને આર્થિક શોષણ કરાતા પોલીસે બંને બાળકોને પોલીસે મુકત કરાવી તેમના વાલીઓને સોંપ્યા હતાં તેમજ હોટલ સંચાલક નિલેશ નથુ માડિયા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.