Saturday, April 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતા યુવતીએ જિંદગી ટૂંકાવી

જામનગરમાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતા યુવતીએ જિંદગી ટૂંકાવી

બે વર્ષથી અપાતા શારીરિક માનસિક ત્રાસથી કંટાળી : પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા: મૃતકના પિતા દ્વારા મરી જવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં નંદનપાર્કમાં રહેતી પરિણીતા યુવતીને તેણીના સાસરીયાઓ દ્વારા અવાર-નવાર અપાતા શારીરિક અને માનસિક ત્રાસ તથા દુ:ખથી કંટાળીને તેણીના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના પિતાએ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર નંદનપાર્ક 2 માં રહેતી પરિતા નામની યુવતીના લગ્ન મોહન કરશન ભરડવા સાથે થયા હતાં અને લગ્નજીવન દરમિયાન છેલ્લાં બે વર્ષથી પતિ મોહન અને ગીતાબેન કરશન ભરડવા, કરશન ભરડવા, ચેતન કરશન ભરડવા અને પાયલ ચેતન ભરડવા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી પરિતાબેનને અવાર-નવાર શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપતા હતાં. પરિણીતાને અપાતા ત્રાસથી કંટાળીને પરિતાએ તેણીના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ મૃતક પરિતાના પિતા દામજીભાઇ વજશીભાઈ મંડોરા એ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પુત્રીના પતિ સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ દુ:ખ ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે બે મહિલા સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular