અંડરટ્રાયલ કે અન્ય કેદીઓને કોર્ટ પરિસરમાં અથવા એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવા માટે ગુજરાત પોલીસે 10 હાઇટેક જેલ વાન ખરીદી છે. ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ ફોર્સના આધુનિકીકરણ પહેલ હેઠળ વાન ખરીદવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે 2.1 કરોડમાં 10 વાન ખરીદવામાં આવી છે.
જેલવાનનો ઉપયોગ ધરપકડ કરાયેલા આરોપીઓને જેલમાં લાવવા અને કોર્ટની સુનાવણી માટે અંડરટ્રાયલ શિફટ કરવા માટે કરવામાં આવશે. વાનનો ઉપયોગ હિસક પ્રવૃતિઓમાં સામેલ પ્રદર્શનકારીઓને અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અથવા કોઈને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવા માટે પણ કરવામાં આવશે,’ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓને કોર્ટમાં લઈ જતી વખતે અથવા અન્ય જેલમાં ખસેડતી વખતે પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ વાન સીસીટીવી કેમેરાથી સજ્જ હશે.’ નવી હાઈટેક જેલ વાનમાં ત્રણ કમ્પાર્ટમેન્ટ હશે. ગાર્ડ કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ ઈન્ટરકોમ દ્વારા વાનના ડ્ાઈવર સાથે વાતચીત કરી શકશે. નવી જેલ વાનમાં ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ હશે અને લાઈવ ફીડ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થશે. 005-આધારિત ઓટોમેટિક વ્હીકલ લોકેટિંગ સિસ્ટમ પણ વાનમાં ફિક્સ છે,’ ગુજરાત પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું. વાનમાં ફીટ કરાયેલા સીસીટીવી કેમેરા એ સુનિતિ કરશે કે એસ્કોર્ટ દરમિયાન ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા કેદીઓ કેદ થાય. વાયર મેશ પ્રોટેક્શન, સાયરન, બારીના પડદા અને બીકન લાઈટ પણ આ વાન પર ફિક્સ છે. આ વેનમાં એક ડ્રાઈવર, ચાર પોલીસ ગાર્ડ અને 18 કેદીઓ બેસી શકે છે,’ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એડિશનલ ડીજીપી નરસિમ્ફા કોમરે જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન થનારી ઘટનાઓના વાહન અને વિડિયો રેકોડિંગને ટ્રેક કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી કેદીઓ કસ્ટડીમાંથી ભાગી જવાનું જોખમ ઘટશે. તે પોલીસના કામમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા ઉપરાંત પોલીસ ગાડર્સને પણ સતર્ક રાખશે.