Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં તહેવારો પૂર્વે દારૂ વેચનારા તત્વો પર તૂટી પડતી પોલીસ

દ્વારકા જિલ્લામાં તહેવારો પૂર્વે દારૂ વેચનારા તત્વો પર તૂટી પડતી પોલીસ

ચાર સ્થળોએ દરોડા : એલસીબી પોલીસ દ્વારા 291 બોટલ સાથે ત્રણ ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દીપોત્સવી પર્વની દારૂ પીને ઉજવણી કરતાં તત્વો સામે પોલીસે લાલ આંખ કરી, ગઈકાલે એલસીબી પોલીસે વિદેશી દારૂની 291 બાટલી સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે ત્રણ શખ્સો ફરાર થયાનું જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવાળીના દિવસોમાં દારૂ- જુગારની બદી સામે કડક હાથે કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે શુક્રવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ અરજણભાઈ મારુ તથા બલભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ડ્રાઇવિંગ કરતા દીપકભા બુધાભા માણેક નામના 30 વર્ષના યુવાનને રૂપિયા 76,800ની કિંમતની 192 બોટલ વિદેશી દારૂ તથા એક મોબાઇલ મળી કુલ રૂપિયા 77,300 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

આ પ્રકરણમાં જામનગરના રહીશ સાગરભા હમીરભા માણેકનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.    અન્ય એક દરોડામાં એલ.સી.બી. પોલીસે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી સલીમ કારીયા જુસબ ભેંસલીયા નામના 40 વર્ષના શખ્સ દ્વારા વેચાણ અર્થે વિદેશી દારૂ મંગાવીને પોતાના મકાનમાં છૂપાવી રાખતા પોલીસે રૂપિયા 10,800 ની કિંમતની 27 બોટલ તથા રૂપિયા પાંચ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે સલીમ કારીયા જુસબને ઝડપી લીધો હતો.

આ પ્રકરણમાં મૂળ પોરબંદરના રહીશ મુકેશ ગોહેલ ખારવા અને જામનગરના રહીશ સાગર માણેકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી ત્રીજી કાર્યવાહીમાં મીઠાપુર તાબેના ભીમરાણા ગામે આવેલા એક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી 28,800 કિંમતની 72 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂપિયા વીસ હજારની કિંમતના મોટરસાયકલ મળી કુલ રૂપિયા 53,800 ના મુદ્દામાલ સાથે જામનગરના મયુરનગર ખાતે રહેતા સાગરભા હમીરભા માણેક નામના 26 વર્ષના યુવાનને ઝડપી લીધો હતો.

આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના રાણપુર ગામના સમીર રબારી નામના એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે.  આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સ્ટાફના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત દ્વારકા પોલીસે નવી મઢી ગામના રહીશ જલા મંગાભાઈ મુન નામના 28 વર્ષના ગઢવી યુવાનને રૂપિયા વીસ હજારની કિંમતની 64 બોટલ વિદેશીદારૂ ઉપરાંત રૂપિયા 15000 ની કિંમતના એક મોટરસાયકલ તથા રૂપિયા પાંચ હજારની કિંમતના મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular