જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજી ટ્રાફિક નિયમ ભંગ અંગે 117 કેસો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના હેઠળ જામનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં તા. 08ના રોજ કારમાં બ્લેક ફિલ્મ, નંબરપ્લેટ વગર તથા ફેન્સી નંબરપ્લેટવાળા વાહનચાલકો વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જી.પી.એકટ 135(1)ના હેઠળ એક કેસ, એમ.વી.એકટ 185ના હેઠળ બે કેસ, બ્લેક ફિલ્મના 34 કેસો, નંબર પ્લેટ વગરના વાહનના 64 કેસ, ફેન્સી નંબરપ્લેટવાળા વાહનના 16 કેસ કરવામાં આવ્યા હતા.
આ કામગીરી મદદનીસ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ,નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારી, પોલીસ ઇન્સપેકટર તથા ટ્રાફિક શાખા,એલ.સી.બી. તથા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.


