Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડની સોસાયટીમાંથી લાખોની ઉચાપાત અંગે પોલીસ ફરિયાદ

જામનગરના દરેડની સોસાયટીમાંથી લાખોની ઉચાપાત અંગે પોલીસ ફરિયાદ

ત્રણ વર્ષ દરમિયાન વ્યાપારી એજન્ટ દ્વારા સોસાયટીના ચેકોનો ગેરઉપયોગ : રૂા.14.25 લાખની ઉચાપાત : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર નજીક ઓલા દરેડ જીઆઇડીસી ફેસ-3 માં કો-ઓપરેટીવ સોસાયટીના વહીવટદારે પોતાના અંગત સ્વાર્થ માટે સોસાયટીના બેંક એકાઉન્ટના ચેકોના ઉપયોગ કરી રૂા.14,25,000 ની ઉચાપાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 3 માં આવેલ શિવમ કોમર્શિયલ કોમ્પલેક્ષ ઓનર્સ સર્વિક કો-ઓપ. સોસાયટી લિમિટેડના પ્રાયોજક ભરતભાઈ ટોસર દ્વારા આ સોસાયટીના હિત માટે વ્યાપારી એજન્ટ તરીકે સુરેશ કરમશી સંઘાણીને વહીવટ સોંપ્યો હતો. વહીવટ દરમિયાન તા.13/07/2020 થી તા.02/06/2022 સુધીના સમયમાં સુરેશ સંઘાણીએ સોસાયટી લિમિટેડ બેંકના ચેકો બદઈરાદાથી પોતાના અંગત ઉપયોગ માટે દુરૂ્યપોગ કરી સભાસદો સાથે વિશ્ર્વાસઘાત કરી સોસાયટીમાંથી રૂા.14,25,000 ની ઉચાપાત કરી હતી. આ ઉચાપાત અંગેની જાણ થતા ભરતભાઈ ટોસર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધોર પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે સુરેશ કરમશી સંઘાણી વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular