Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ બે વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

જામનગર શહેરમાં વધુ બે વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

વિપ્ર યુવાને પાંચ ટકા વ્યાજે બે લાખ લીધા : એક વર્ષ પહેલાં બે લાખ ચૂકવ્યા બાદ 90 હજાર કઢાવવા દબાણ કરી બળજબરી : લોન્ડ્રી કામ કરતા યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી સંદર્ભે પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત જામનગર શહેરમાં વધુ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પુનિતનગરમાં રહેતાં વિપ્ર યુવાને રામેશ્વરનગરના વ્યાજખોર વિરુધ્ધ અને મોહનનગરમાં રહેતાં યુવાને એક વ્યાજખોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના મચ્છરનગર પાછળ આવેલા પુનિતનગરમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા રાજેશ મહેન્દ્રભાઈ જોશી નામના વિપ્ર યુવાને રામેશ્વરનગરમાં રહેતાં ક્રિપાલસિંહ ઉર્ફે હરપાલ છત્રપાલસિંહ જાડેજા પાસેથી બે વર્ષ પહેલાં રૂા.2 લાખની રકમ પાંચ ટકાના ઉંચા વ્યાજે લીધી હતી અને આ રકમ પેટે યુવાને તેના કાકાના મકાનનો દસ્તાવેજ સિકયોરિટી પેટે આપ્યો હતો. દરમિયાન એક વર્ષ પહેલાં યુવાને બે લાખ રૂપિયા ચૂકવ્યા બાદ વ્યાજખોરે રૂા.1,35,000 ની મળ્યાનો હતો 65000 રૂપિયા વ્યાજના બાકી હોવાનું લખાણ આપ્યું હતું. ત્યારબાદ વ્યાજખોરે વિપ્ર યુવાનના કાકાના મકાનનો દસ્તાવેજ પરત આપ્યો ન હતો. તેમજ યુવાનના કાકાના ઘરે જઈ અપશબ્દો બોલી 65 હજારના બદલે 90 હજાર રૂપિયા બળજબરીથી કઢાવવા માટે દબાણ કરતો હતો. જેથી રાજેશે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ બી.બી.કોડિયાતર તથા સ્ટાફે ક્રિપાલસિંહ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજી ફરિયાદની વિગત મુજબ, જામનગર શહેરના મોહનનગર આવાસ પાસે રહેતાં અને લોન્ડ્રી કામ કરતાં રશ્મીન હસમુખભાઈ ગણાત્રા નામના યુવાને જાહીદ આવદભાઈ જામી પાસેથી રૂા.15000 ની રકમ 10 ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ માટે વ્યાજખોરે બળજબરી પૂર્વક લખાણ કરી રશ્મીન તથા તેના મિત્રના કોરા ચેક રાખ્યા હતાં. રશ્મીન આ રકમ પેટે વ્યાજ સહિત રૂા.27000 ચૂકવી દીધા હોવા છતાં જાહીદ જામી દ્વારા વ્યાજ અને મુળ રકમની પઠાણી ઉઘરાણી કરાતા રશ્મીને આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે જાહીદ આવદ જામી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular