Saturday, December 21, 2024
Homeરાજ્યકડબાલના સસ્તા અનાજના દુકાનદાર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

કડબાલના સસ્તા અનાજના દુકાનદાર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

કોટડાબાવીસીમાં વ્રજ ફુડ પ્રોડકટસમાંથી સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો : કૌભાંડમાં કડબાલના સસ્તા અનાજના દુકાનદારની સંડોવણી ખુલી : સસ્તા અનાજનો દુકાનદાર અને વ્રજ ફુડ પ્રોડકટસના માલિક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી : પરવાનો રદ કરવા તજવીજ

- Advertisement -

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટીયા પાસે વ્રજ ફુડ પ્રોડકટસના ગોડાઉનમાં વ્યાજબી ભાવના દુકાનનો ચોખાનો જથ્થો ઉતરતો હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે રેઇડ દરમ્યાન 301 ચોખાના કટ્ટા અને ટ્રક સહિત રૂા.7.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બનાવમાં જિલ્લા પુરવઠા અધિકારીએ કાર્યવાહી હાથ ધરી કડબાલ ગામની સસ્તા અનાજની દુકાનમાં તપાસ દરમ્યાન રૂા.1.27 લાખનો અનાજનો જથ્થો મળી આવતાં સીઝ કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટીયા પાસેના વ્રજ ફુડ પ્રોડકટસ ના ગોડાઉનમાંથી જામજોધપુર પોલીસે મળેલી બાતમીના આધારે રેઇડ દરમ્યાન તલાસી લેતાં પેઢીમાંથી સરકારી અનાજ ચોખાના 50 કિ.ગ્રા.ના એક એવા કુલ-301 કટૃાઓ જેનો કુલ ચોખાનો જથ્થો તેમજ રૂા.5 લાખની કિંમતનો ૠઉં04અઠ1891નંબરનો ટ્રક અને રૂા.2.25 લાખની કિંમતના 301 નંગ ચોખાના કટ્ટા મળી કુલ રૂા.7,25,000નો જથ્થો કબ્જે કરી મામલતદારને જાણ કરવામાં આવતાં મામલતદારે સ્થળ પર જઇ તપાસ દરમ્યાન રૂા.7.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોખાનો જથ્થો સ્થગિત કર્યો હતો. તેમજ ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ કરતાં કડબાલ ગામની વ્યાજબી ભાવની દુકાન ખાતેથી ચોખાનો જથ્થો ભરવામાં આવ્યો હોવાની કેફિયત આપતા જિલ્લા પુરવઠા અઘિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમ સાથે આસી.ડાયરેકટર, ગાંધીનગરની ટીમ તથા મામલતદાર, જામજોધપુર અને ટીમ દ્વારા તા.25ના રોજ વિશેષ તપાસણી અર્થે કડબાલ ગામના વ્યાજબી ભાવના દુકાનદાર ભાયાભાઇ જીવાભાઇ બેલાની દુકાનની તપાસણી કરવામાં આવતા ગેરરીતિઓ જણાઇ હતી. જે બદલ દુકાને હાજર કુલ રૂા. 1,27,184 કિંમતનો તમામ જથ્થો સ્થગિત કરી એફ.પી.એસ. દુકાનદારનો પરવાનો મોકુફ કરવા કાર્યવાહી હાથ ધરી વ્રજ ફુડ પ્રોડકસના માલિક વિરમ જીવા બેલા અને ટ્રક ડ્રાઇવર કમ ભાગીદાર દેવા દેવશી કરમૂર અને વ્યાજબી ભાવના દુકાનદાર બેલા ભાયા જીવા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ જામજોધપુર મામલતદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ આર.જી.ચૌધરી અને સ્ટાફે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular