જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગઈકાલે રાત્રિના પોલીસ દ્વારા જામનગર જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટુકડીઓ ગઈકાલે રાત્રિના સમયે અચાનક જામનગર જિલ્લા જેલ ખાતે પહોંચી હતી અને જેલમાં મોબાઇલ-સીમકાર્ડ, કોઇ નશાકારક વસ્તુઓ જેવી કોઇ પ્રતિબંધિત વસ્તુઓ છે કે નહીં તે અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. જો કે આ ચેકિંગ દરમિયાન કંઇ ન મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.