Wednesday, January 8, 2025
Homeરાજ્યગુજરાતમાસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને ઢસડીને પોલીસે ઢોર માર માર્યો, જુઓ વિડીઓ

માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને ઢસડીને પોલીસે ઢોર માર માર્યો, જુઓ વિડીઓ

ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા: ગૃહમંત્રીએ મામલો થાળે પાડ્યો

- Advertisement -

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હળવું થતા નિયમોના પાલન સાથે ગરબે ઘુમવાની છુટ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં ગઈકાલે રાત્રીના મંજુરી સાથે યોજાયેલા નવરાત્રી આયોજન સમયે ઓચિંતી ત્રાટકેલી પોલીસે માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને કોલરથી ઢસડીને માર માર્યો હતો.

- Advertisement -

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ગરબે રમી રહ્યા હતા ત્યારે ઉમરા પોલીસે તેઓને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવા કહ્યું હતું. પરંતુ માસ્ક પહેરીને ગરબે રમી શકાય નહી વિદ્યાર્થીઓએ તેમ જણાવ્યુ હતું. અને  કુલપતિની મંજુરીથી આ આયોજન થયું હતું. પોલીસ ત્યાં ઓચિંતી ધસી આવી હતી અને ગરબે રમતા વિદ્યાર્થીઓને ઘેરી લીધા હતા તથા સૂચનાઓ આપવાનું ચાલું કરતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી.

એબીવીપીના અધ્યક્ષે કહ્યું હતું કે અમે વાત કરવા ગયા તો પોલીસે અમને ગાળો આપી અને કોલર પકડીને માર માર્યો. અને ઝપાઝપી થતા વધુ પોલીસ અહી ધસી આવી હતી તથા વિદ્યાર્થીઓને ઢસડીને ઘસડીને માર મારતા 7 વિદ્યાર્થીઓને સિવિલમાં ખસેડવા પડયા હતા.વિદ્યાર્થીઓને છોડાવવા માટે વિદ્યાર્થીઓનાં ટોળાંનો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોચી ગયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોન આવતાં પકડેલા વિદ્યાર્થીઓને છોડવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular