ધ્રોલ તાલુકાના જોડિયા નાકા વિસ્તારમાંથી રૂા.900 ની કિંમતની દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો હતો.જામનગરના 58 દિગ્વીજય પ્લોટમાં એક શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના જોડિયા નાકા સતવારા ચોક પાસે રાહુલ ભરત કણઝારીયાના મકાનમાં દારૂની બોટલ હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ તથા રૂા.400 ની કિંમતની ચાર નંગ બિયરના ટીન સાથે રાહુલ ભરત કણજારીયાને ઝડપી લઇ કુલ રૂા.900 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામનગર શહેરમાં 58 દિગ્વીજય પ્લોટ બાળકોના સ્મશાનની આગળ રહેતા પરેશ દિનેશ મંગેને પોલીસે રેઈડ દરમિયાન રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.