ધ્રોલ તાલુકામાં એક શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.4000 ની કિંમતની આઠ નંગ દારૂની બોટલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકામાં જોડિયાનાકા પાસે હનુમાનદાદાવાળી શેરીમાં હિરેન ઉર્ફે હિરકો ભરત કણઝારિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દારૂની બોટલોનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.4000 ની કિંમતની આઠ નંગ દારૂની બોટલ સાથે હિરેન ઉર્ફે હિરકો ભરત કણઝારીયા નામના શખ્સને ઝડપી લીધો હતો.