જામનગરમાં આવેલા એરફોર્સના કર્મચારીએ 10 વર્ષની બાળકી સાથે પ્રોજેકટ કરવાના બહાને ઘરમાં બોલાવી શારીરિક અડપલા કર્યાના બનાવમાં પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરમાં એરફોર્સ 1 માં ફરજ બજાવતા કર્મચારી શખ્સે 10 વર્ષની બાળકીને પ્રોજેકટ કરવાના બહાને ઘરમાં બોલાવી એકલતાનો ગેરલાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતાં. બાજુમાં જ રહેતાં બાળકીની માતાએ પાડોશી કર્મચારી સામે સિટી સી ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુરૂવારે અડપલા કરનાર શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


