જામનગર શહેરમાં પોલીસે મહાપ્રભુજીની બેઠક થી ઠેબા જતા માર્ગ નજીક ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10920 ના મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે શહેરના હવાઈ ચોકમાંથી દરોડા દરમિયાન ત્રણ શખ્સોને એકી બેકીનો જૂગાર રમતા ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક થી ઠેબા ચોકડી તરફ જતા રોડ પર જ્યોત સોસયાટીની પાછળના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન નથુ બહાદુર કાપડી, મુસા હુશેન કુરેશી, દુદા ઈશા પરમાર અને ગુલાબ નથુ પરમાર નામના ચાર શખ્સોને રૂા.10920 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં હવાઈ ચોકમાં બજરંગ ચા ની હોટલની બાજુમાં જાહેરમાં એકી બેકીનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન પ્રફુલ્લ પ્રેમજી દામા, અમિત શંકર દામા અને હિતેશ ઉર્ફે સાઈ જગદીશ દુલાણી નામના ત્રણ શખ્સોને રૂા. 10270 ની રોકડ સાથે એકી બેકીનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.