જામનગરમાં પ્રાથમિક શાળામાં થયેલ ચોરીના કેસમાં સીટી બી પોલીસે લેપટોપ, કેમેરા સહિત કુલ રૂા.81 હજારની કિંમતના મુદ્દામાલ સાથે સગીરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મોમાઈનગર 3 મા આવેલ પ્રાથમિક શાળા નં.50 માંથી લેપટોપ, કેમેરા સહિત કુલ રૂા.81 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં સીટી બી ના પોકો સંજયભાઈ પરમાર, જયદીપસિંહ જાડેજા તથા બલભદ્રસિંહ જાડેજાને આ કેસના આરોપી ખેતલા આપા ટી સ્ટોલ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે નિકળવાનો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા અને પીઆઈ એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી બી ના પીઆઈ એચ.પી.ઝાલા, પીએસઆઈ બી.બી.કોડીયાતર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, બળભદ્રસિંહ જાડેજા, હિતેશ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવતા એક સગીર મળી આવતા તેનો થેલો ચેક કરતા તેના થેલામાંથી એસર કંપનીનું લેપટોપ નંગ 2, પાંચ નંગ હેડફોન, 10 નંગ વેબકેમેરા, એક નંગ ટેબલેટ, એક નંગ કેમેરો, બે નંગ ઈન્ટરેકટીવ ફલેટ પેનલ તથા કાળા કલરનો થેલો મળી કુલ રૂા.81000 નો મુદ્દામાલ મળી આવતા તેની પૂછપરછ દરમિયાન સગીરે આ મુદ્દામાલ મોમાઇનગર શાળા નં.50 માંથી ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.