લાલપુરના મોટી વેરાવળ ગામમાંથી પોલીસે જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂા.56,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સંજય હરીશ માવાણી, હરીશ લાખા ટોયટા, નિલેષ ચંદુ કતીરા, મિલન મોહન ઠકકર અને દિપભા કેશુભા સોઢા નામના છ શખ્સોને રૂા.56,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.