જામનગર સીટી સી ડીવીઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10 શખ્સોને હથિયારો સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી સી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એ. પરમાર સહિતના સ્ટાફ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ શખ્સોને ચેક કરતા તેમની પાસેથી જુદા જુદા હથિયારો મળી આવતા કુલ 10 શખ્સોને હથિયારો સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.