ભાણવડમાં નગરપાલિકા કચેરી પાસેથી રાત્રિના સવા બે વાગ્યે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા એક લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકાર નંબર જી.જે. 03 ઈ.આર. 2154 લઇને નીકળેલા રાજકોટના મવડી પ્લોટ ખાતે રહેતા હિતેશ કાનજીભાઈ વાંજા નામના 35 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લઇ, કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા રાયધરભા ઉર્ફે બલી લઘુભા કુંભાણી નામના 21 વર્ષના યુવાનને પેટ્રોલ પંપ પાસેથી રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ પરથી, જ્યારે ઓખાના શિવરાજ જીમલભા જામ નામના 19 વર્ષના યુવાનને મીઠાપુર નજીક આરંભડાના નેવી ગેઈટ પાસેથી રૂપિયા 25 હજારની કિંમતનું પલ્સર મોટરસાયકલ પર પીધેલી હાલતમાં નીકળતા અને ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામ રાયમલભા રીણાભા નામના 23 વર્ષના યુવાનને રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. 37 ઈ 6228 ઉપર પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઈ, મીઠાપુર પોલીસે ઉપરોકત આસામીઓ સામે કલમ 185 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.