જામનગર શહેરના પટેલકોલોની અને શનિવારી મેદાન વિસ્તારમાં બાઈક પર આંટાફેરા કરતા અસામાજિક તત્વો ફરતા હોવાની જાણના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી અંતર્ગત સાત વાહનો ડીટેઈન કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની અને શનિવારી મેદાન પાસેના વિસ્તારમાં અસામાજિક તત્વો બાઈક પર આંટાફેરા કરતા હોવાની વ્યાપક ફરિયાદોના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ મામલે કાર્યવાહી અંતર્ગત પેટ્રોલિંગ કરી સાત વાહનો ડીટેઈન કરી માસ્કનો દંડ વસૂલવામાં આવ્યો હતો.