ભાણવડ તાલુકાના ગડુ ગામે રહેતા જયેશ હમીરભાઈ ખુટી નામના 22 વર્ષના મેર યુવાને બે દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ મેરામણભાઇ રામભાઈ ખુંટી (ઉ.વ.32) એ ભાણવડ પોલીસને જાણ કરી છે.