પીએમ મોદીએ મોરબી દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે એકતા નગરથી સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે મોરબી હોનારતને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી મોરબી ઘટનાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, હું એકતા નગરમાં છું પરંતુ મારું મન મોરબીમાં છે.કર્તવ્યપથની જવાબદારીના કારણે ‘હું તમારી સાથે છું’ દુર્ઘટનામાં જેમના નિધન થયા છે તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.
મોદીએ કહ્યું કે, ગુજરાત સરકાર ગઈ કાલથી રાહત બચાવ કામગીરીમાં છે અને કેન્દ્ર સરકાર પૂરી મદદ કરી રહી છે. રાજ્ય સરકારે તપાસ માટે કમિટી પણ બનાવી છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે, જાતિના નામે લડાવવા માટે દુશ્મનો કેટલાંય કેમ્પેઈન ચલાવે છે પરંતુ કોઈ પણ આપત્તિ સમયે દેશ એક થઈ જાય છે.