Saturday, December 6, 2025
HomeUncategorizedપીએમ મોદી દુનિયાભરના જૈનોને જોડતાં સંગઠનને કર્યું સંબોધન

પીએમ મોદી દુનિયાભરના જૈનોને જોડતાં સંગઠનને કર્યું સંબોધન

જૈન આંતરરાષ્ટ્રી વ્યાપાર સંગઠનએ દુનિયાભરના જૈનોને જોડનારૂં એક વૈશ્વિક સંગઠન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ’જીતો કનેક્ટ 2022’ના પુણે ખાતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યુ હતું. આ અંગે વડાપ્રધાન મોદીએ આજે સવારે ’જીતો કનેક્ટ 2022’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી જૈન આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન દ્વારા આયોજિત આ મંચ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા યુવા વ્યવસાયિકોને એક સાથે લઇ આવવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

જૈન આંતરરાષ્ટ્રી વ્યાપાર સંગઠનએ દુનિયાભરના જૈનોને જોડનારૂં એક વૈશ્વિક સંગઠન છે. જીતો કનેક્ટ એ આંતરિક નેટવર્કિંગ અને વ્યક્તિગત વાતચીત માટે અવસર પ્રદાન કરવા ઉપરાંત વ્યાપાર તથા ઉદ્યોગ જગતની મદદ કરવા માટેનો એક પ્રયત્ન છે. પુણેના ગંગાધામ એનેક્સ ખાતે તા. 6 થી 8 મે દરમિયાન ’જીતો કનેક્ટ 2022’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વ્યાપાર તથા અર્થતંત્ર સાથે સંબંધિત અનેક મુદ્દાઓ અંગેના સત્રનો સમાવેશ કરવામાં આવેલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular