Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પીએમ-જનમન કાર્યક્રમ યોજાયો

જામનગરમાં પીએમ-જનમન કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગરના મેયર વિનોદભાઇ ખીમસુર્યાના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) કાર્યક્રમનું આયોજન ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાં વસતા આદિમજુથના 375 પરિવારોને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે,ભારત દેશ પોતાની આઝાદીનાં 75 વર્ષનો આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતનાં તમામ નાગરિકોને જેમાં પીડિત, શોષિત અને વંચિત લોકોને તમામ પ્રકારનાં લાભ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકલ્પો હાથ ધરેલ છે જે પૈકી દેશમાં 700 થી પણ વધારે અનુસુચિત જનજાતિઓના 10.45 કરોડ જેટલા લોકો વસે છે જેમાંથી 75 અનુસૂચિત જનજાતિઓકે જે અતિ પછાત રહેલી છે તેઓને PARTICULARLY VULNERABLE TRIBAL GROUPS (PVTG) તરીકે સુનીચિત કરવામાં આવી છે. જેમાંથી ગુજરાત રાજ્યમાં 5 અને જામનગર જિલ્લામાં 1 આદિમજાતિ જુથ વસવાટ કરે છે.

પીએમ જનમન મિશનનો મુખ્ય હેતુ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા આદિમ જૂથના લોકોને માળખાકિય સુવિધા પુરી પાડવાનો છે. આ મિશન અંતર્ગત આદિમ જૂથો (PVTG) ના કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનુ ચોખ્ખું પાણી, સાફ સફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, રસ્તાઓ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓ પુરી પાડવાનો છે.

- Advertisement -

કાર્યક્રમમાં મેયર તેમજ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભો જેવાકે આયુષ્માન કાર્ડ, ઉજવલ્લા યોજના, રાશનકાર્ડ લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આદિવાસી ગીત દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ઉપસ્થિત લોકોએ સરકાર દ્વારા નિર્મિત આદિવાસી સમુદાય ને લગત ફિલ્મ નિહાળી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના વિવિધ રાજ્યોમાં આયોજિત પીએમ જનમન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ આ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે જામનગર જિલ્લામાં તા.1 થી તા.15 જાન્યુઆરી સુધી વિવિધ વિભાગોની ટીમો બનાવી કુલ 12 જેટલા કેમ્પો કરી જામનગર જીલ્લામાં આદિમજુથના લોકો માટે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એન.એફ.એસ.એ. કાર્ડ, પ્રધાન મંત્રી ઉજ્જવલ્લા યોજના હેઠળ ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી જન ધન યોજનાનો લાભ તેઓના ઘર આંગણે મળી રહે તેવા સઘન પ્રયત્નો કરવામા આવ્યા છે. જામનગર જિલ્લાના સિદ્દિ આદિમજુથના કુલ 47 જેટલા વ્યક્તિઓ પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હતા જેના લાભાર્થીઓ હવે માત્ર 14 દિવસના સમયગાળામાં 600 થી વધારે થયેલ છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નિવાસી અધિક કલેકટર બી. એન. ખેર, પ્રાંત અધિકારી, નાયબ કમિશનર વાય. ડી. ગોહિલ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એ. જે. ધોલ, અધિકારીઓ તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular