સરકાર ટુંક સમયમાં જ સેફ હાર્બર નિયમ હટાવવાનો વિચાર કરી રહી છે અને તેના માટે ડિઝીટલ ઈન્ડિયા બીલ લાવીને કાયદો બદલવા જઈ રહી છે. સરકારની આ કોશિષથી ઈન્ટરનેટ પ્લેટફોર્મની પણ જવાબદારી વધશે. ઈલેકટ્રોનિકસ અને આઈટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સેફ હાર્બર પાછળ તકે એ હતો કે ઈન્ટરનેટ પ્લેટફોર્મ પાસે કોઈ અન્ય ગ્રાહક દ્વારા બનાવવામાં આવેલી સામગ્રી પર કોઈ શકિત કે નિયંત્રણ નથી, એટલે તેને આ નિયમ અંતર્ગત સુરક્ષા અપાઈ હતી, પણ હવે એવું નથી તેમણે જણાવ્યું હતું કે ડિઝીટલ ઈન્ડિયા બીલ મજબૂત માળખુ આવશે. પ્રસ્તાવિત ડિઝીટલ ઈન્ડિયા બીલનો ઉદેશ હાલનો આઇટી અધિનિયમ 2000ને બદલવાનો છે અને ભારતના ટેકડે માટે એક મજબુત માળખું આપવાનો છે.મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત ડિઝીટલ ઇન્ડિયા બિલથી સાઇબર અપરાધો પર પણ લગામ આવશે.