જામનગર તા.23 મે, ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેઓ યોગ્ય કારકિર્દીની પસંદગી કરી શકે તે હેતુથી શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા હેતુ વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઓફલાઈન અને ઓનલાઇન મોડ પર સંયુક્ત રીતે કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જે અન્વયે જામનગર મહાનગરપાલિકા માટેનો ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી માગર્દર્શન અંગેનો કાર્યક્રમ આગામી તા.26 મે 2022ના રોજ સવારે 10 થી 12.15 કલાક દરમિયાન આણદાબાવા અનાથાલય ટ્રસ્ટ જામનગર સંચાલીત સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ સ્કૂલ કેમ્પસ લીમડા લાઈન જામનગર ખાતે યોજાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.