ક્રાઇમબ્રાંચ દ્વારા હની ટ્રેપ મુદ્દે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઇ ગીતા પઠાણની ગઈકાલના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પીઆઇએ ગત્ત મોડી રાત્રે સેનિટાઇઝર પી લીધું હતું. માટે તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, પીઆઇ પોલીસને તપાસમાં યોગ્ય સહકાર આપી રહ્યા નથી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતા અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી હીતી. આ લોકોની પૂછપરછમાં ગીતા પઠાનનું નામ ખુલ્યું હતું.
એક તરફ પોલીસ પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક અધિકારીઓ જાણે કે સુધરવાનું નામ જ ન લીધું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વેપારી અને લોકોને સોશિયલમીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હનીટ્રેપમાં એક પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.
થોડાક દિવસો પહેલા હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા પીઆઈ ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું. ગીતા પઠાણ પર જે આરોપ લાગ્યા છે તે અનુસાર એક ગેંગ હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની તેઓ મદદ કરતા હતા.જોકે, આ હની ટ્રેપ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પીઆઈ ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે, બીજી તરફ પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, ગીતા પઠાણ પુર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા.