Friday, December 5, 2025
Homeરાજ્યજામનગર14મી વિધાનસભાના સભ્યોનું ફોટો સેશન

14મી વિધાનસભાના સભ્યોનું ફોટો સેશન

જામનગરના આર.સી. ફળદુ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પાંચ ધારાસભ્યો ગેરહાજર

14મી વિધાનસભામાં ચૂંટાયેલા સૌ ધારાસભ્યો માટે અધ્યક્ષ ડો.નિમાબહેન આચાર્યે સામુહિક તસવીરનુ આયોજન કર્યુ હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગેરહાજર રહેતા ભાજપના ધારાસભ્યોમા જાતભાતની અટકળો વહેતી થઈ છે. આ ફોટો સેશનમા માત્ર રૂપાણી જ નહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમા વિવાદાસ્પદ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ હાજર રહ્યા નથી. તેઓ લાંબા સમયથી વિધાનસભામા જ આવતા નથી. આ ઉપરાંત પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી પણ જોવા મળ્યા નહોતા. સોલંકી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે વિધાનસભા આવતા નથી. જ્યારે કોગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા પણ આ ફોટો સેશનમા આવ્યા નહોતા. કટારા પણ લાંબા સમયથી વિધાનસભામા આવતા નથી. ગુજરાતમા વિધાનસભાની મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા સત્રમા ધારાસભ્યો માટે કાયમી સ્મૃતિ રહે તે ઉદ્દેશ્યથી ફોટો સેશનનુ આયોજન થાય છે. જો કે આ વખતે 14મી વિધાનસભાની મુદ્દતને આડે 10 મહિના જેટલો સમય બાકી છે અને સપ્ટેમ્બર-2022માં ચોમાસુ સત્ર આવી રહ્યુ છે, ત્યારે અધ્યક્ષે ગુરૂવારે બજેટ સત્રના અંતિમ દિવસે ફોટો સેશન ગોઠવ્યુ હતુ. રૂપાણી, ફળદૂ અને એક રાજ્ય મંત્રી સહિત કુલ 5 ધારાસભ્યોની ગેરહાજરીમા યોજાયેલા આ ફોટો સેશનની તસવીરો વિધાનસભા સચિવાલયના અધિકાર ક્ષેત્રમા હોવાથી હજી સુધી તે જાહેર થઈ નથી. ઉલ્લેખનિય છે કે, પ્રવર્તમાન 14મી વિધાનસભામાં 182માંથી 3 બેઠક ખાલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular