જામનગરના ટંકારીયા ટ્યૂશન કલાસીસમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચેકિંગ બાદ પુરવણી બિલ ફટકાર્યું હતું. જે જામનગરના આર્યસમાજ રોડ પર આવેલ ટંકારીયા કલાસીસના હિતેશ હસમુખભાઇ ટંકારીયાએ અશ્ર્વિન શાંતિલાલ કોટેચાના નામનું વિજ જોડાણમાં પાવર ચોરી હોવાનું માલુમ પડતાં કંપનીએ વિજ મીટર ઉતારી લેબ રોજકામ કર્યું હતું. જે દાવો રદ્ કરવા અદાલતમાં અરજી કરતાં અદાલતે દાવો નામંજૂર કર્યો હતો.
હિતેશ હસમુખભાઇ ટંકારીયાએ જામનગરના આર્યસમાજ રોડ ઉપર આવેલ તેમના ટંકારીયા કલાસીસમાં પીજીવીસીએલ કંપની દ્વારા તા. 19-5-09ના રોજ ચેકિંગ કાર્યવાહી અર્થે અશ્ર્વિન શાંતિલાલ કોટેચા નામનું વિજ જોડાણ ચેક કરવામાં આવતા પાવર ચોરી થતી હોવાનું માલુમ પડતા કંપની દ્વારા વિજ મીટરના ટીસી તથા એમએમબી સીલોના વાયર કપાયેલ હતાં. જે બંને સીલો ટેમ્પર્ડ હતાં, મીટરના ટર્મીનલ કવરમાં સ્ક્રુના ઘસરકાના નિશાનો સ્પષ્ટ થયેલ હતાં. ટર્મીનલ કવરને પણ વારંવાર ખોલવામાં આવ્યો હતો અને ટર્મીનલના વાયરીંગ સાથે ચેડા કરવામાં આવેલ હતાં. મીટરનો એમઆરઆઇ રિપોર્ટ લેતાં ટેમ્પર સમરી રીપોર્ટ મુજબ આર-ફેસ કરન્ટ મીસ થયેલ હતી. મીટરના આર-ફેસ સાથેના ચેડા સ્પષ્ટ થયા હતાં. આમ મીટર સાથેના ચેડા સ્પષ્ટ થતાં ટંકારીયા કલાસીસને પીજીવીસીએલ કંપની તરફથી 71,005.60નું થર્ડ ટાઇમ ઓફેન્સનું પુરવણી બીલની નોટીસ તથા પુરવણી બીલ આપવામાં આવ્યું હતું. જે બીલની રકમ ભરપાઇ રવી ન પડે એ માટે ટંકારીયા કલાસીસના માલિક હિતેશ હસમુખભાઇ ટંકારીયાએ પીજીવીસીએલ કંપની સામે પુરવણી બીલ રદ્ કરવાનો દાવો જામનગરની કોર્ટમાં દાનલ કર્યો હતો.
ચોથા એડી. સિનિ. સિવિલ જજ એન.એન. પાથરએ હિતેશ હસમુખભાઇ ટંકારીયાનો પીજીવીસીએલ કંપની સામેનો પુરવણી બિલ રદ્ કરવાનો દાવો ખર્ચ સહિત નામંજૂર કર્યો છે. આ મહત્વપૂર્ણ કેસમાં પીજીવીસીએલ તરફે જામનગરના સિનિ. એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે એસો. એડ. પૂનમ પરમાર તાથ કલ્પેન રાજાણી રોકાયેલ હતાં.