Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરત્રણ દિવસમાં 1 કરોડથી વધુની વિજચોરી ઝડપી લેતું પીજીવીસીએલ

ત્રણ દિવસમાં 1 કરોડથી વધુની વિજચોરી ઝડપી લેતું પીજીવીસીએલ

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા સતત ત્રીજા દિવસે વિજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જામનગર તથા કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી 56.30 લાખની વિજ ચોરી ઝડપી લઇ વિજ બિલો ફટકારવામાં આવ્યા હતાં. પીજીવીસીએલ દ્વારા ત્રણ દિવસમાં હાલાર પંથકમાંથી 1 કરોડ 20 લાખથી વધુની વિજ ચોરી ઝડપી લઇ વિજચોરો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

પીજીવીસીએલ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જામનગર પીજીવીસીએલ દ્વારા વિજચોરીનું દુષણ ડામવા સમત્યાંતરે વિજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ દ્વારા વિજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને વિજચોરો વિરુધ્ધ તવાઇ બોલાવતાં ત્રણ દિવસમાં 1 કરોડથી વધુની વિજ ચોરી ઝડપી લેવાઇ છે. પીજીવીસીએલની કુલ 61 જેટલી ટીમો દ્વારા ગઇકાલે ત્રીજા દિવસે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 45 જેટલા લોકલ પોલીસ, 10 એસઆરપી તથા વિડીયોગ્રાફર સહીતની ટીમોને સાથે રાખી પીજીવીસીએલની 61 ટુકડીઓ દ્વારા વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા, પટેલકા, ભાટીયા સહિતના ગ્રામ્ય પંથકો ઉપરાંત જામનગર તાલુકાના વિભાપર તથા હાપા તેમજ જામનગર શહેરના ગાંધીનગર, મોમાઇનગર, દરબારગઢ, ગુલાબનગર, ધરારનગર, નિલકમલ સોસાયટી, ક્રિષ્નાપાર્ક સહિતના વિસ્તારોમાં કુલ 583 જેટલા વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી 117 વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં 56.30 લાખના વિજ પુરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular