Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરPGVCL દ્વારા જામનગરમાં વીજચોરી બદલ 41.27 લાખના વીજપૂરવણી બીલ અપાયા

PGVCL દ્વારા જામનગરમાં વીજચોરી બદલ 41.27 લાખના વીજપૂરવણી બીલ અપાયા

80 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

PGVCL દ્વારા જામનગરમાં આજરોજ વિવિધ વિસ્તારોમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં કુલ 80 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 41.27 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

PGVCLના વિવિધ સબ ડિવિઝન દ્વારા આજે વીજચોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આજે ખંભાળિયા ગેઇટ ડિવિઝન, નગરસીમ એસડીએન ઓફ સીટી-2 ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે, નાગરપરા, કિસાનચોક, કાલાવડ નાકા બહાર, શંકરટેકરી, 49-દિગ્જિય પ્લોટ સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકીંગ દરમિયાન 457 જેટલા વીજજોડાણોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 80 વીજજોડાણોમાં ગેરરીતિ જોવા મળતા 41.27 લાખના વીજપૂરવણી બીલ ફટકારાયા હતાં. આ વીજચેકીંગમાં કુલ 33 ટીમો જોડાઇ હતી. એસઆરપીના 13 જવાનો, 20 લોકલ પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વીજ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular