જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ, ત્રણ દરવાજા પાસે, ખાંડ બજારના પ્રવેશ પાસેના વીજપોલમાં તસ્વીરમાં દેખાય છે તેવું વીજ વપરાશ દર્શાવતું મીટર ફીટ કરવામાં આવ્યું હતું. પરંતુ ભૂલની જાણ થતાં તંત્રએ ભૂલ સુધારી મીટર સલામત જગ્યાએ લગાડી દીધું હતું.
ખાંડ બજારમાં આવતા ભારે વાહનો આગળ – પાછળ કરવા માટે રિવર્સમાં લેવા હોય ત્યારે એવું પણ બને કે જરા જેટલી ચૂક થઈ જાય તો ભારે વાહનનો પાછળનો ભાગ સીધો જ વીજ મીટર સાથે ભટકાઈ જાય અને તેના કારણે એવું પણ બને કે વાહનને કરન્ટ પણ લાગે! વળી ગ્રેઈન માર્કેટમાં કામ અર્થે આવતા નાના નાના વાહનોને પણ કરન્ટ લાગવાનો ભય રહે! વીજ કંપની દ્વારા ઉપરોક્ત સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવું જરૂરી છે કારણ કે હાલમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને વરસાદ ની સિઝનમાં વીજશોક લાગવાના બનાવો ઘણા બને છે. પરંતુ ત્યારબાદ આવી ગંભીર ભૂલની જાણ પીજીવીસીએના બેદરકાર અધિકારીઓને થવાથી તંત્ર દ્વારા આ મીટર સલામત સ્થળે લગાડીને ભૂલ સુધારી લીધી હતી.


