Friday, January 2, 2026
Homeરાજ્યજામનગરનવા વર્ષના પ્રારંભે PGVCL દ્વારા જામનગર શહેરમાં વીજ ચેકિંગ

નવા વર્ષના પ્રારંભે PGVCL દ્વારા જામનગર શહેરમાં વીજ ચેકિંગ

શહેરની કેટલીક ખાનગી શાળાઓમાં પણ ચેકિંગ : 35 જેટલી ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા

જામનગર શહેરમાં પીજીવીસીએલની ટીમ દ્વારા આજે સવારથી વીજચોરો વિરૂઘ્ધ કડક ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલની ટીમો ચેકિંગમાં ઉતરી હતી.

- Advertisement -

લાંબા સમયના વિરામ બાદ પીજીવીસીએલની ટીમ દ્વારા જામનગર શહેરમાં વીજ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026ના પ્રારંભ સાથે વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલદ્વારા અલગ અલગ ટીમો બનાવી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના બેડી, બેડેશ્વર, ગાંધીનગર, મોમાઇનગર, પંચવટી, સતવારાવાડ, દરબારગઢ, લીમડા લાઇન નજીક સહિતના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ ની 35 જેટલી ટીમ દ્વારા 11 લોકલ પોલીસ બંદોબસ્ત તથા 18 એક્સ એસઆરપીને સાથે રાખીને વીજ ચેકિંગ કામગીરી હાથ ધરાતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

આજે સવારથી હાથ ધરાયેલ વીજ ચેકિંગ દરમ્યાન પીજીવીસીએલદ્વારા રહેણાંક મકાનોની સાથે સાથે કેટલીક ખાનગી શાળાઓમાં પણ વીજ ચેકિંગ કર્યું હતું. હજૂ પણ આ વિજ ચેકિંગ ચાલુ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રો દ્વારા જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular