View this post on Instagram
જામનગરમાં હાલ માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે પીજીવીસીએલ જામનગર કચેરી દ્વારા વીજ સલામતી તથા ઉર્જા બચતના સંદેશ સાથે નવરાત્રિ મહોત્સવ-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીજીવીસીએલના કર્મચારીઓ નવરાત્રિની ઉજવણીની સાથે સલામતીનો સંદેશ આપી રહ્યા છે. જામનગર શહેર જિલ્લામાં હાલમાં નવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. પ્રાચિન – અર્વાચિન ગરબીઓમાં વિવિધ રાસ દ્વારા માતાજીની આરાધના થઇ રહી છે. બીજી તરફ યુવાધન હિલોડે ચડયું છે અને રાસની રમઝટ બોલી રહી છે ત્યારે પીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગર દ્વારા વીજસલામતી તથા ઉર્જા બચત ખાતે નવરાત્રિ મહોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પીજીવીસીએલના 500 જેટલા કર્મચારીઓ – અધિકારીઓ સલામતીના સાધનો સાથે ગરબી રમી સલામતીનો સંદેશ આપી રહ્યા છે. જેમાં સેફટી હેલ્મેટ, સેફટી બેલ્ટ, સેફટી બુટ, અથિર્ંંગ સહિતના સાધનોનો જાગૃત્તિ સાથે રાસ ગરબા રમી રહ્યા છે. તેમજ લોક જાગૃત્તિ માટે ઉર્જા બચત અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આમ, પીજીવીસીએલના કર્મચારી દ્વારા નવરાત્રિની ઉજવણીની સાથે સાથે સલામતી અને ઉર્જા બચતની જનજાગૃત્તિના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.