Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપેટ્રોલ ડીઝલના ભાવમાં 12થી15 રૂપિયાનો વધારો થશે !

પેટ્રોલ ડીઝલના ભાવમાં 12થી15 રૂપિયાનો વધારો થશે !

- Advertisement -

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 13 દિવસ થઈ ગયા છે અને તેની સૌથી વધુ અસર ક્રુડ ઓઈલની કિંમતો પર દેખાઈ રહી છે. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં આગ લાગી છેગઈકાલે ક્રુડ ઓઈલની કિંમતમાં 2008 પછીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને તેની કિંમત પ્રતિ બેરલ $ 139 ને વટાવી ગઈ હતી.

- Advertisement -

ક્રુડ ઓઈલના ભાવોમાં વધારો થતા સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. આ સપ્તાહે પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂ.12 થી રૂ.15 રૂપિયા સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. સરકારી કંપનીઓ વિદેશો માંથી ક્રુડ ઓઈલની આયાત કરતા હોય અને ભાવ વધી ગયો હોવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. અને નુકશાની ભોગવી રહી છે. ત્યારે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળો જોવા મળી શકે છે.

આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 139.13 ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે, જે જુલાઈ 2008 પછીનું ઉચ્ચતમ સ્તર પણ છે. સોમવારે ડોલર સામે રૂપિયો રેકોર્ડ 77.01 પ્રતિ ડોલર સુધી ગબડ્યો હતો.

- Advertisement -

ક્રૂડ ઓઈલમાં આ વધારાના મુખ્ય કારણની વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે અમેરિકા, યુરોપ અને સહયોગી દેશોએ રશિયા પાસેથી ઓઈલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. આને કારણે, માંગની સરખામણીમાં પુરવઠો ઓછો થયો અને ક્રૂડ ઓઈલમાં તેજી આવી અને 2008 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ. અત્રે જણાવી દઈએ કે રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. નોંધપાત્ર વાત એ છે કે, રશિયાએ યુક્રેન પરના પાવર હુમલાઓ તેજ કર્યા છે અને આ યુદ્ધમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular