Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયસમાજ કલ્યાણ માટે વ્યકિતગત સંપત્તિનું અધિગ્રહણ થઇ શકે નહીં: સુપ્રિમ કોર્ટ

સમાજ કલ્યાણ માટે વ્યકિતગત સંપત્તિનું અધિગ્રહણ થઇ શકે નહીં: સુપ્રિમ કોર્ટ

- Advertisement -

દેશમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી વારસદાર ટેકસનો મુદ્દો ફરી એક વખત રાજકીય ચર્ચામાં આવી ગયો છે તે સમયે સર્વોચ્ચ અદાલતે ગઇકાલે એક મહત્વપૂર્ણ નિરીક્ષણમાં જણાવ્યું હતું કે સામાજીક બદલાવની ભાવના એ બંધારણનો ઉદેશ્ય છે પરંતુ કોઇની વ્યકિતગત સંપતિ સામાજીક હેતુ માટે અધિગ્રહણ કરવાનું ખ્યાલ ખતરનાક હશે. સર્વોચ્ચ અદાલતે 1977માં ન્યાયમૂર્તિ વી.આર.ક્રિષ્નાઐય્યરના ચુકાદાને માર્કસવાદી અર્થઘટન ગણાવ્યું હતું અને તેમાં કોઇની વ્યકિતગત સંપતિને જાહેર હેતુ માટે અધિગ્રહણને માન્યતા આપી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂંડે જણાવ્યું હતું કે માર્કસવાદી સામ્યાવાદી વિચારધારા દર્શાવે છે કે જે કંઇ વ્યકિતગત છે તે સર્વ સમાજનું છે અને તે વ્યકિતગત હકક કરતા સામાજીક હકકને વધુ મહત્વ આપે છે.ડી.વાય.ચંદ્રચૂડે સ્પષ્ટતા કરી કે કુદરતી સ્ત્રોતો સરકાર પાસે હોય છે તે અલગથી અર્થઘટન થઇ શકે. કોમ્યુનિટી પ્રોપર્ટીમાં આ પ્રકારના સ્ત્રોતો સમાવેશ થઇ શકે પરંતુ એ બંને વચ્ચે અંતર સ્પષ્ટ કરવું અત્યંત જરૂરી છે કે હાલ કે ભવિષ્યમાં કોઇ ટ્રસ્ટની મિલ્કતો અથવા તો વ્યકિતગત મિલ્કતો વચ્ચે એક જ સમાન અભિગમ દાખવી શકાય નહીં અને સામાજિક મિલ્કતોમાં કુદરતી સ્ત્રોતો ગણી શકાય.

- Advertisement -

સર્વોચ્ચ અદાલતનું આ નિરીક્ષણ હાલના વિવાદમાં મહત્વનું છે. લોકકલ્યાણ માટે કોઇની સંપતિ પર કબ્જો કરવો યોગ્ય ગણાય કે ખોટુ સુપ્રિમ કોર્ટ દ્વારા હજુ આ મુદે સુનાવણી યથાવત રખાઇ છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ 9 સભ્યોની ખંડપીઠ રપ વર્ષ અગાઉના કેસમાં સુનાવણી કરી રહી છે અને સર્વોચ્ચ અદાલત એ મુદા પર વિચારણા કરે છે કે વ્યકિતગત સંપતિને સમાજના ભૌતિક સંશાધનને માન્ય રાખી શકાય કે નહીં આ પહેલા મુંબઇના પ્રોપર્ટી ઓનર એસોસીએશન સહિતના અનેક પક્ષોએ સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરી હતી કે બંધારણની કલમ 39-બી અને 31-સી દ્વારા સંવેધાનીકની આડમાં રાજય સરકાર કોઇ ખાનગી સંપતિ પર કબ્જો કરી શકે નહીં. દેશમાં એક તરફ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. અને તેમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા એ વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે તથા તેની સાથે કોંગ્રેસના મેન્ટર સામ પિત્રોડાએ કરેલા વિધાનો પણ ચર્ચામાં છે. તે સમયે સર્વોચ્ચ અદાલત હવે આ સંબંધીત એક કેસમાં વિચારણા કરી રહી છે. આ વિચારણામાં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય, વી.વી.નાગરત્ના સહિતના 9 ન્યાયમૂર્તિઓ વિચારણા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જર્જરીત ઇમારતો પૂરી રીતે પોતાના કબ્જામાં લઇ લેવા માટે મહારાષ્ટ્ર સરકારનો કાનુન યોગ્ય છે કે કેમ તે માટે અલગથી વિચારણા થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular