Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબિહારમાં સીબીઆઇની એન્ટ્રી બંધ, તપાસ માટે લેવી પડશે મંજૂરી

બિહારમાં સીબીઆઇની એન્ટ્રી બંધ, તપાસ માટે લેવી પડશે મંજૂરી

- Advertisement -

બિહારમાં સરકાર બદલતા જ નિયમ બદલાવાના શરૂ થઈ ગયા છે. હવે બિહારમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સીની એન્ટ્રી બંધ થઈ ગઈ છે. એટલે કે હવે રાજ્ય સરકાર ઈચ્છશે ત્યારે જ સીબીઆઈની એન્ટ્રી થશે. કાયદા અનુસાર સીબીઆઈએ કોઈ પણ કેસની તપાસ કરવા માટે રાજ્ય સરકારની અનુમતિ લેવી જરૂરી છે. જોકે, જ્યાં સુધી ત્યાં જેડીયુ અને બીજેપીના ગઠબંધનની સરકાર હતી, ત્યાં સુધી સીબીઆઈની એન્ટ્રી થઈ જતી હતી પરંતુ હવે ત્યાં સીબીઆઈએ તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે.

- Advertisement -

તે સર્વ વિદિત છે કે, થોડા દિવસો પૂર્વે સીબીઆઈએ ’લેન્ડ ફોર જોબ’ સ્કેમમાં રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. જે દરમિયાન આર.જે.ડી.ના કેટલાયે નેતાઓનાં ઘરો તથા અન્ય સ્થળોએ દરોડા પાડયા હતા. તેથી અત્યંત નારાજ થયેલા નીતીશકુમાર એ131 ની તપાસ ઉપર પ્રતિબંધ મુકવા માંગે છે. જો તેમ થાય તો સીબીઆઈએ બિહારમાં તપાસ કરતાં પૂર્વે રાજ્ય સરકારની પરવાનગી લેવી જ પડે.

આ પૂર્વે પશ્ચિમ બંગાળ અને અન્ય કેટલાંક રાજ્યોએ પણ આવો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે આર.જે.ડી. જેડીયું અને કોંગ્રેસના બનેલા ગઠબંધન દ્વારા સતત તેવા આક્ષેપો કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર એ131 ના શસ્ત્રનો દુરૂપયોગ કરી રહી છે. બહુ થોડાને તે માહિતી હશે કે વાસ્તવમાં દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ 1946 નીચે તે સમયની બ્રિટિશ ઈંડીયા સરકારે 131 ની રચના કરી હતી. તે પ્રમાણે 031 માટે તે જરૃરી છે કે, તે કોઈ પણ રાજ્યમાં તપાસ કરતાં પૂર્વે પ્રદેશ સરકારની મંજૂરી લે.

- Advertisement -

હજી સુધીમાં નવ રાજ્યોએ એ131 ને આપેલી મંજૂરી પાછી ખેંચી છે તેમાં પ.બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ અને મેઘાલય સમાવિષ્ટ છે. આ તેવા રાજ્યો છે કે જે વિપક્ષો દ્વારા શાસિત છે.

આર.જે.ડી. નેતા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે જે રીતે કેન્દ્ર સરકાર સીબીઆઈનો વિરોધીઓ વિરૃદ્ધ ઉપયોગ કરી રહી છે, તે જોતાં બિહાર સરકારે તે એજન્સીને આપેલી મંજૂરી પાછી ખેંચી લેવી જોઈએ. આ સાથે તેણે અદાલત સમક્ષ પણ જવું જોઈએ અને કહેવું જોઈએ કે કઈ રીતે કેન્દ્ર સરકાર તેનાં આ શસ્ત્રનો અયોગ્ય રીતે ઉપયોગ કરે છે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 809, સરકારનાં શાસનમાં કેન્દ્રીય એજન્સીઓએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. જ્યારે મનોજ ઝાએ પણ આ અંગે ભાજપ ઉપર નિશાન તાક્યું હતું. તેણે કહ્યું કે તે પાર્ટી સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્ષ જેવી સંસ્થાઓનો ઉપયોગ વિરોધીઓની કનડગત માટે જ કરી રહી છે અને મહારાષ્ટ્ર જેવા પ્લાનને બિહારમાં પણ તેનો ઉપયોગ કરી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular