Tuesday, December 31, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં વેક્સિન પ્રમાણપત્ર સાથે શેરી ગરબા રમવાની છૂટ

ગુજરાતમાં વેક્સિન પ્રમાણપત્ર સાથે શેરી ગરબા રમવાની છૂટ

- Advertisement -

ગુજરાતમાં આગામી સમયમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે. ખેલૈયાઓને અતિ પ્રિય એવો તહેવાર નવરાત્રિ સામે છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે સરકારે 400 વ્યક્તિઓની હાજરીમાં ડી.જે., લાઈવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે ઉજવણીની પહેલાથી છુટ આપી છે. આ સ્થિતિમાં શેરી ગરબામાં ચોથા નોરતેથી ખેલૈયાઓ માટે રાત્રિ કરફ્યૂના સમયમાં વધુ ધટાડો થશે તેમ મનાય છે. પરંતુ બીજી બાજુ ગુજરાત સરકાર કોવિડ-19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. રાજ્યના ગૃહ વિભાગે આજે એક ખેલૈયાઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવું ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે. કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોર્મશિયલ ગરબાનું આયોજન શક્ય નહોતુ.

- Advertisement -

જો કે, શુક્રવારની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે સત્તાવાર પણે રાજ્યમાં કોઈપણ સ્થળે પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી માટે પરવાનગી નહિ મળે એમ સ્પષ્ટ કર્યું છે. શુક્રવારની સાંજે ગૃહમંત્રી હર્ષ સંધવી, ગૃહ વિભાગના અધિક મુખ્ચ સચિવ ડો. રાજીવ ગુપ્ત સહતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓ માટે છુટ આપવામા આવી છે. ગણેશ મહોત્સવની જેમ સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાના આયોજન માટે પણ આ જ નિયમ લાગુ રહેશે. જો કે, તમામ પ્રકારની ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. તમામ આયોજનમાં લાઉડ સ્પિકર, ધ્વની નિયંત્રણ અંગના સુપ્રીમ કોટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકારે કોવિડ-19ના ચેપ નિયંત્રણ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. 25 નવેમ્બરને શનિવારથી 10મી ઓક્ટોબર 2021 સુધી રાત્રિ કરફ્યુ રાતે 11 વાગ્યાને બધ્લે 12 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular