ભારતીય એરફોર્સની સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા જામનગર એરફોર્સ ખાતે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ડ્રાઈવ ઈન અને સૂર્યકિરણનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં એરપોર્ટ રોડ પર આવેલ સ્વામિનારાયણ ફિઝીયોથેરાપી કોલેજ અને ફૂડ રીસોર્ટ પાસેના આદિનાથ વિસ્તારમાં કરાયું હતું.
જેમાં કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ તેમના પરિવાર સાથે આકાશમાં થતા વિમાની કરતબ નિહાળ્યા હતાં. ઉપરાંત આ પ્રદર્શન જોવા માટે શહેરની જુદી જુદી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા આકાશમાં વિમાન દ્વારા કરાયેલા વિવિધ અને હેરતઅગેંજ કરતબો નિહાળી લોકો ખુશ થઈ ગયા હતાં.