રાશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે જરૂરી કેવાયસી કરાવવા અપૂરતી સુવિધા અને અપર્યાપ્ત કેન્દ્રોને કારણે જામનગરમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રેશનકાર્ડ, કેવાયસી માટે સરકારી કેન્દ્ર પર લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. આજે પણ લાલબંગલા કમ્પાઉન્ડમા આવેલા કેવાયસી કેન્દ્રમાં મોટી લાઇનોને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મહિલાઓ પોતાના બાળકો સાથે જ અહીં કેવાયસી માટે આવતા હોય તેમના માટે કેન્દ્ર પર કોઇપણ પ્રકારની સુવિધા રાખવામાં આવી નથી. એટલું જ નહીં જનસુવિધા કેન્દ્ર પર પીવાના પાણીની પર વ્યવસ્થા ન હોવાની ફરિયાદ લોકો કરી રહયા છે. ત્યારે જામનગર શહેરમાં રાશનકાર્ડના કેવાયસી માટેના કેન્દ્રો વધારવા અને શકય હોય તો દરેક વોર્ડ દીઠ એક કેન્દ્ર શરૂ કરવાની માંગણી લોકો કરી રહયા છે.