જામનગર શહેરના વોર્ડ નં.5 માં આરામ કોલોની પાછળ આવેલ જય ભગવાન સોસાયટી વિસ્તારમાં આવતી કેનાલમાં છેલ્લાં ચાર વર્ષથી કચરો ભરેલો પડયો હોય, કોઇ જ સફાઈ કરવામાં આવી ન હોય, રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી હોય, આ કેનાલમાં સફાઈના અભાવે પાણી ભરાઈ તો લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શકયતા રહેલી છે. જેને ધ્યાને લઇ આ વિસ્તારના રહેવાસીઓએ મેયર બિનાબેન કોઠારીને પણ આ અંગે રજૂઆત કરી હતી. મેયર દ્વારા આ અંગે સકારાત્મક પ્રતિત્યુતર આપતા વહેલીતકે આ કેનાલની સાફ સફાઈ કરવાના આદેશ આપ્યાનું જણાવ્યું હતું.