Monday, January 13, 2025
Homeરાષ્ટ્રીયપૈસા ખર્ચી બુસ્ટર ડોઝ લેવામાં લોકોને રસ નથી

પૈસા ખર્ચી બુસ્ટર ડોઝ લેવામાં લોકોને રસ નથી

પ્રથમ દિવસે 10000થી ઓછાનું વેકસીનેશન : દેશભરમાં 850 કેન્દ્રો પર વ્યવસ્થા ગોઠવાઈ

- Advertisement -

દેશમાં કોરોનાના બુસ્ટર ડોઝમાં 18 વર્ષથી ઉપરની વયના લોકોને ખાનગી વેકસીનેશન સેન્ટર પર પેઈડ રસીકરણની છૂટના પ્રથમ દિવસે દેશભરમાં 10000થી ઓછા લોકોએ આ વેકસીનેશન સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો.

- Advertisement -

દેશભરમાં 850 સ્થળો પર આ પ્રકારે પેઈડ વેકસીનેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમાં પ્રથમ દિવસે 9496 માં જેઓએ અગાઉ બે ડોઝ લઈ ચૂકયા છે અને બીજા ડોઝને નવ માસનો સમય થયો છે. તેઓને પેઈડ વેકસીનેશન માટે માન્ય ગણાયા છે અને તેઓએ જે બે ડોઝ લીધા હોય તે જ વેકસીનના ત્રીજો ડોઝ અપાઈ રહ્યો છે. આ માટે વેકસીનનો ભાવ રૂા.225 અને પ્રાઈવેટ વેકસીનેશનનું સેન્ટર રૂા.150 સર્વિસ ચાર્જ તરીકે લેવાની છૂટ અપાઈ છે. જયારે બજારમાં કોવિશિલ્ડ રૂા.600 અને કોવેકસીન રૂા.1200માં ઉપલબ્ધ બની છે જે સિંગલ ડોઝ વાયલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular