જામનગર મુકામે આશાપુરા ફાઇનાન્સના નામથી ધંધો કરતાં મયૂરસિંહ તેજુભા જાડેજા પાસેથી જામનગર ગોકુલનગરમાં રહેતા જીગ્નેશભાઇ મુકેશભાઇ ચીખલીયાએ રૂા. બે લાખનું ધિરાણ મેળવેલ હતું. જેથી ધિરાણની પરત ચૂકવણી માટે ધી કો-ઓપ.બેંક ઓફ. રાજકોટ લિ. જામનગર શાખાનો બે લાખ પુરાનો ચેક આપેલ જે એક મયૂરસિંહ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા વગર વસુલાતે ચેક પરત ફરેલ હતો. જેથી મયૂરસિંહ દ્વારા પોતાના વકીલ મારફત નોટીસ આપેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા આશાપુરા ફાઇનાન્સના પ્રો. મયૂરસિંહ તેજુભા જાડેજા દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેઅલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કરેલ. જે કેસ જામમનગર એડી. ચીફ જ્યુ. મેજી. એ.ડી. રાવની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી જીગ્નેશભાઇ ચીખલીયાને ત્રણ માસની સાદી કેદની સજા તથા બે લાખ રૂપિયાનો દંડનો હુકમ કરેલ છે. જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. જો આરોપી દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 15 દિવસની જેલ સજાનો હુકમ કરેલ છે. ફરિયાદી આશાપુરા ફાઇનાન્સ તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.


