ભારત સરકાર દ્વારા મેડિકલ હેલ્થ દ્વારા 2003 કોટપા (સિગારેટ અને તમામ તમાકુ ઉત્પાદક પ્રતિબંધ અધિનિયમ-2003) એટલે કે, 18 વર્ષથી નીચેના લોકોને તમાકુ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોલેજના છોકરાઓ અને પ્રવાસીઓને તમાકુથી થતાં શારીરિક નુકસાન અંગે માહિતી આપી અને વ્યસન છોડવા માટેની સમજના બોર્ડ લગાવવા તેમ જામનગર શહેરના જામનગર મ્યુ. કોર્પોરેશન સીટી હેલ્થ સોસાયટી દ્વારા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થના કર્મચારીઓ દ્વારા શહેરમાં પાન-કોલ્ડ્રીંકસની દુકાનોમાં 18 વર્ષથી નીચેના લોકોને તમાકુ વેચાણ બંધ છે. એવા બોર્ડ લગાડેલા ન હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં સરકાર દ્વારા બહાર સિગરેટ તથા તમાકુના 18 વર્ષથી નીચેના લોકોને વેચાણ પર પ્રતિબંધ છે. તેવા બોર્ડ લગાડેલા ન હોય તેવા વેચાણ કરતાં પાન-મસાલાની દુકાનોના 16 કેસ કરવામાં આવ્યા છે. જેમાં રૂા. 3200નો દંડ કરેલ છે. જેમાં શહેરના રણજીતનગરથી હિરજી મિસ્ત્રી રોડ વિસ્તાર તથા એસ.ટી. ડેપો રોડમાં આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ તથા સમજ આપતા બોર્ડ લગાડવા તથા મુસાફરો અને કોલેજ-સ્કૂલના બાળકોને સમજ આપવા માહિતી આપવામાં આવી હતી.
આ કામગીરી જામનગર મ્યુ. કોર્પોરેશન સીટી હેલ્થ સોસાયટીના મેડિકલ ઓફિસર જયેશ ડેર, હેલ્થ સુપરવાઇઝર નિલેશ ભટ્ટ, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, સોશિયલ વર્કર ફૂડ સેફટી ઓફિસર ડી.બી. પરમાર તેમજ પોલીસ સ્ટેશનમાંથી પો.હે.કો. એમ.એસ. માલાકીયા તથા રાજવંતસિંહએ સાથે રહી આ કામગીરી કરી હતી.