બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રી કેલી નાસિમેન્ટોએ ઈંક્ષતફિંલફિળ પર કરી હતી. પેલે કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે કીમોથેરાપી સારવાર સામે પણ રિસ્પોન્સ આપવાનુ બંધ કરી દીધું હતું. પેલેને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું હતું કે તેમને શ્વસન સંબંધિત ઇન્ફેક્શન પણ હતું.
પેલેને અત્યાર સુધીના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે અને તેઓ ત્રણ વખતનો વર્લ્ડ કપ વિજેતા પણ હતા. પુત્રી કેલી નાસિમેન્ટોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું ‘અમે જે પણ છીએ તે તમારા કારણે છીએ, અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ’ મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ પેલેએ ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા બદલ આર્જેન્ટિનાના ખેલાડી મેસીને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ફ્રાન્સના એમ્બપ્પાને હેટ્રિક ગોલ માટે પણ અભિનંદન કહ્યું હતું. પેલેનું અસલી નામ એડસન એરાંટેસ ડો નાસિમેન્ટો હતું, પરંતુ દુનિયા તેમને પેલેના નામથી જ ઓળખતી હતી. તેમનો જન્મ 23 ઓક્ટોબર, 1940ના રોજ બ્રાઝિલના ટ્રેસ કોરાસેસમાં થયો હતો. તેમને ફિફા દ્વારા ’ધ ગ્રેટેસ્ટ’નો ખિતાબ પણ મળ્યો હતો. પેલેએ તેમના જીવનમાં ત્રણ લગ્ન કર્યા અને કુલ સાત બાળકો છે.